જીવન દર્શન

જોગ બાપુનું જીવન અને મહાગાથા

Param Pujya Jog Bapu

પરમ પૂજ્ય જોગ બાપુ

શ્રી ધ્યાનશંકર મુક્તિનારાયણ બાપુ

પૂજ્ય જોગબાપુનું જીવન આધ્યાત્મિક તેજ, અદ્ભુત યોગ શક્તિ અને નિઃસ્વાર્થ લોકસેવાનો ત્રિવેણી સંગમ છે. તેમણે આડંબર વગર માત્ર સેવાને જ પરમો ધર્મ માની સનાતન સંસ્કૃતિને ગૌરવ અપાવ્યું છે અને ધર્મ માટે જ આખું જીવન વ્યતીત કર્યું.

લોકવાયકા મુજબ પૂજ્ય જોગબાપુ નેપાળના દરભંગા જિલ્લાથી આબુ થઈને સૌરાષ્ટ્ર પધાર્યા હતા. મોરબી પાસે મચ્છુ નદીના કિનારે છ મહિના કઠિન તપ કર્યા બાદ 'જોગડુંગરી આશ્રમ' અને ગૌશાળાની સ્થાપના કરી. તેમની દિવ્ય ઉપસ્થિતિ અને ઉપદેશ આજે પણ હજારો ગુરુ-સેવકોને માર્ગ દર્શાવે છે.

પાવડી આસન યોગીપવિત્ર ભસ્મ વિજ્ઞાનયોગ સિદ્ધઅન્નક્ષેત્ર સ્થાપકગૌ સેવા

"જમનારની રોટલી ક્યારેય ગણવી નહીં"

પવિત્ર યાત્રા

🙏
જન્મ

નેપાળ (દરભંગા)

આધ્યાત્મિક સાધકોના વંશમાં જન્મ, દિવ્ય યાત્રાની શરૂઆત.

🏔️
સાધના

માઉન્ટ આબુ

પવિત્ર ટેકરીઓમાં વર્ષો સુધી કઠોર આધ્યાત્મિક સાધના અને ઊંડો ધ્યાન.

🚶
તપસ્યા

જોગડુંગરી આશ્રમ - મચ્છુ નદી

કિનારા પર 6 મહિનાની કઠિન તપસ્યા, ત્યારબાદ 'જોગડુંગરી આશ્રમ' સ્થાપના કરી.

🛕
સેવા

થાનગઢ

બાવન વીર અને જોગણી માતા સાથે પધાર્યા. આશ્રમ સ્થાપ્યો. ૩૦ એપ્રિલ ૧૯૭૭ ના રોજ ચેતન સમાધિ - આજે 'જોગધ્યાનપુરા આશ્રમ' તરીકે ઓળખાય છે.

દિવ્ય જીવન-ગાથા

પૂજ્ય જોગબાપુ નું સૌરાષ્ટ્ર માં આગમન અને કઠિન તપસ્યા

લોકવાયકા મુજબ પૂજ્ય જોગબાપુ નેપાળના દરભંગા જિલ્લાથી આબુ થઈને સૌરાષ્ટ્ર પધાર્યા હતા. માઉન્ટ આબુથી 60 કિમી દૂર આજે પણ બાપુનો એક આશ્રમ આવેલો છે. પૂજ્ય બાપુ સૌરાષ્ટ્ર માં મોરબી પાસે મચ્છુ નદીના કિનારે એક ટેકરી નીચે વસવાટ કર્યો અને તેમણે છ મહિના સુધી અત્યંત કઠિન તપ કર્યું. ત્યારબાદ બાપુએ એ જ ટેકરી ઉપર 'જોગડુંગરી આશ્રમ' અને ગૌશાળાની સ્થાપના કરી, દેશી ગૌ વંશ ની ગૌ શાળા ચલાવતા અને ઘણા વર્ષો સુધી ત્યાં બિરાજમાન રહ્યા.

પૂજય જોગબાપૂ ના સેવાકીય આદર્શો અને ઠાકર લોજ (મોરબી)

બાપુની પ્રેરણાથી જ મોરબીમાં પ્રખ્યાત 'ઠાકર લોજ' શરૂ થઈ હતી. વર્તમાન ચેરમેન શ્રી ૐશંકર (રાજુભાઈ) ઠાકર ના પિતાજી સાથે બાપુને અત્યંત ઘનિષ્ઠ સંબંધો હતા. રાજુભાઈને પણ પૂજ્ય બાપુના સાનિધ્યમાં રહેવાનો અને સેવાનો અમૂલ્ય લાભ મળ્યો છે. બાપુનો મુખ્ય સિદ્ધાંત હતો: 'જમનારની રોટલી ક્યારેય ગણવી નહીં', જે પરંપરા આજે પણ અકબંધ જળવાયેલી છે.

જોગ બાપુ નું દીર્ઘ આયુષ્ય અને શાંતિલાલ ભાઈના પરિવારનો સેવાનો નાતો

બાપુના અત્યંત દીર્ઘ આયુષ્યનો જીવંત પુરાવો એ છે કે, આશ્રમના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી શાંતિલાલભાઈ દેત્રોજા ના પરદાદા પણ બાપુની સેવા કરવા જૂની જોગડુંગરી આશ્રમે જતા હતા. શાંતિલાલભાઈ પોતે તેમના પરદાદા પછીની ચોથી પેઢી છે જે આ આશ્રમની સેવામાં જોડાયેલા છે.

જોગબાપુ નું દિવ્ય યોગબળ અને પરચા

પૂજ્ય જોગબાપુ એક પ્રકાંડ અને અભય યોગી હતા. તેમની પાસે અનેક યોગ શક્તિઓ હતી, બાપુ નું પાવડી આશન સુપ્રસિદ્ધ આશન છે અને તે મુદ્રા મા જ આજ થાન આશ્રમ માં જોગ બાપુ ની દિવ્ય પ્રતિમા બિરાજમાન છે અને બાપુ યોગ વિદ્યા ના પ્રભાવથી એક જ સમયે અલગ-અલગ જગ્યાએ હાજર રહી શકતા હતા. બાપુના આવા તો અનેક પરચા આજે પણ તેમના સેવકો જેમને બાપુ સાથે સાનિધ્ય માણ્યું તેવા સેવકો શ્રદ્ધાપૂર્વક યાદ કરવામાં આવે છે.

જોગ બાપુ ની અપ્રતિમ યોગશક્તિ અને ધુણા ની ભસ્મનું વિજ્ઞાન

બાપુ પોતાના શરીરે ભસ્મ ચોળતા અને ધુણાની પવિત્ર ભસ્મ પાણી સાથે પોતે પીતા તેમજ પ્રસાદી રૂપે સેવકો ને પીવડાવતા. બાપુ જે વાત વર્ષો પહેલા યોગબળથી સમજાવતા હતા, તે આજે વૈજ્ઞાનિક (Scientific) રીતે પણ સાબિત થયું છે કે યજ્ઞકુંડ કે પવિત્ર ધુણાની શુદ્ધ ભસ્મ પાણી સાથે લેવાથી શરીરને અનેક સ્વાસ્થ્યપ્રદ લાભ થાય છે.

ઐતિહાસિક મહત્વ અને મચ્છુ ડેમ

મોરબી સ્ટેટ દ્વારા પૂજ્ય બાપુને જોગડુંગરીની જગ્યા તાંબાના પતરે લેખ કરીને ભેટ આપવામાં આપી હતી.જ્યારે મચ્છુ ડેમનું નિર્માણ શરૂ થતા આ મૂળ જગ્યા જળમગ્ન થઈ હતી. આજે પણ આ પવિત્ર જગ્યાએ જવા માટે બોટ (નાવડી)નો ઉપયોગ કરી ને જઈ શકાય છે, અને આ જગ્યા એ સેવકો ને પૂજ્ય બાપુની દિવ્ય ચેતનાનો સાક્ષાત્ અનુભવ થાય છે.

જોગ બાપુ નું લજાઈ ગામ થઈ ને થાન આગમન અને દૈવી સ્થાપના

જોગડુંગરી છોડ્યા બાદ બાપુ થોડો સમય લજાઈ ગામે રહ્યા અને ત્યારબાદ પંચાળ ભૂમિ થાનગઢ પધાર્યા. બાપુ જ્યારે થાન આવ્યા ત્યારે તેમની સાથે બાવન વીર અને જોગણી માતા પણ પધારેલ હતા. આજે પણ થાનમાં જ્યાં જોગબાપુનું સમાધિ મંદિર છે, ત્યાં આ વીર અને શક્તિઓ બિરાજમાન છે અને સેવકો તેમની પૂજા કરે છે.

જોગબાપુ એ જે ગુરુ ધર્મ અને સનાતન પ્રચાર નું સૂત્ર આપ્યું

બાપુના અસંખ્ય સેવકો આજે પણ સનાતન ધર્મનો પ્રચાર કરી રહ્યા છે. બાપુના સિદ્ધાંતો સ્પષ્ટ હતા: તેમણે ક્યારેય કોઈને વ્યક્તિગત કંઠી બાંધી નહોતી. તેઓ માનતા કે ભૂખ્યાને ભોજન આપવું, સનાતન ધર્મ નો પ્રચાર પ્રસાર કરવો અને ગૌસેવા કરવી એ જ સાચો ગુરુ ધર્મ છે.

જોગ બાપુ ની ચેતન સમાધિ અને આશ્રમ ની વર્તમાન પ્રવૃત્તિઓ

30 એપ્રિલ 1977ના રોજ થાનગઢ મુકામે બાપુએ પોતાના સ્થૂળ શરીરનો ત્યાગ કરી દિવ્ય ચેતનામાં સમાઈને આ જગ્યાને પવિત્ર કરી, જે આજે 'જોગધ્યાનપુરા આશ્રમ' તરીકે ઓળખાય છે. આશ્રમ સંકુલ: આશ્રમ નું દિવ્ય સંકુલ છે ત્યાં સેવકો ને રહેવા માટે ઉત્તમ નિવાસ પણ છે પૂજ્ય જોગબાપુના સૂત્ર 'સેવા એ જ ધર્મ' સાથે આશ્રમના તમામ કાર્યો આજે પણ ભક્તિભાવથી ચાલી રહ્યા છે.

Shri Jogdhyanpura Ashram Trust

આશ્રમ પ્રવૃત્તિઓ

૦૧. અખંડ અન્નક્ષેત્ર

પ.પુ. ગુરૂદેય શ્રી ધ્યાનશંકર મુક્તિ નારાયણના આદેશથી કાયમી અન્નક્ષેત્ર સને ૧૯૮૧ થી ચાલુ છે. કોઈપણ જ્ઞાતિના ભેદભાવ વગર. સાધુ, સંતો, અપંગ, નિરાધાર, ગરીબ જે કોઈ આવે તેને ભોજન પિરસવામાં આવે છે.

૦૨. ગૌ-શાળા

આશ્રમ તરફથી ગૌશાળા ચલાવવામાં આવે છે. ગાયો. વાછડી, વાછડા થઈને સંખ્યા લગભગ 290 છે અને દુધ, ઘી, છાશ વગેરે આશ્રમ અને મંદિરોના અખંડ જયોતના ઉપયોગમાં લેવામાં આવે છે.

૦૩. આશ્રમમાં ઉજવાતા મુખ્ય ઉત્સવો

(અ) મહાશિવરાત્રી: મહાવદ તેરસ. (બ) પુજય ગુરુદેવની નિર્વાણતિથિા વૈશાખ સુદ ૧૧. (ક) ગુરૂ પુર્ણીમા : અષાઢ સુદ પૂનમ. આ ત્રણે ઉત્સવોમાં બહારગામથી ગુરૂસેવક ભાઈ-બહેનો થાનગઢના પ્રજાજનો સારી રીતે ઉત્સાહ બતાવી ને ભાગ લે છે. આ પ્રસંગે શોભાયાત્રા, પુજય ગુરુદેવનું પુજન, મહાપ્રસાદ તથા આગલી રાત્રે ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ ગોઠવાય છે.

૦૪. તરણેતર મેળા સેવા

ભાદરવા સુદ, ૪-૫-૬ ને દિવસે વિશ્વ વિખ્યાત તરણેતરનો મેળો ભરાય છે. આ દિવસો દરમ્યાન મિષ્ટાન ભોજન સાથે અન્નક્ષેત્ર ચા વગેરે પિરસવાનું ચાલુજ રાખવામાં આવે છે. અને આશ્રમની સગવડ પ્રમાણે રહેવાની, રાત્રી રોકાણની સગવડતા આપવામાં આવે છે.

૦૫. શ્રાવણ-અધિક માસ

શ્રાવણ તથા અધિક માસ દરમ્યાન દરરોજ ફુલાભીસેક, મહાપુજા તથા ચોખ્ખા ઘીના લાડુનો પ્રસાદ આપવામાં આવે દરરોજ શિવપુરાણ વચન નું આયોજન કરવામાં આવે છે.

૦૬. માસિક પૂનમ

આશ્રમમાં દર મહિનાની પુનમના દિવસે સાંજે ધ્વજઆરોહણ, મહાઆરતી, મહાપ્રસાદનું ઓયોજન હોય છે તો સર્વે ગુરૂસેવક ભાઈ-બહેનોને પધારવા નિમંત્રણ હોય છે.

૦૭. સામાજિક-તબીબ સેવા

દર વર્ષે વિદ્યાર્થીઓ ને રાહત ભાવે નોટબુક નુ વિતરણ તથા રક્તદાન કેમ્પ સર્વરોગ નિદાન કેમ્પ જેવા મેડિકલ કેમ્પ નુ આયોજન થતુ હોઈ છે.

૦૮. પદ-યાત્રી સેવા કૅમ્પ

૨૦૧૩ થી ૨૦૨૬ છેલ્લા ચૌદ વર્ષથી કુલડોર ઉત્સવમાં જતા પદયાત્રી સેવા કેમ્પમાં ર૪ કલાક પદયાત્રીની સેવા આયોજન સમિતિ તથા ગુરુભાઈ ગુરુબહેનો ની તન મન ધન થી વિશેષ સેવા કરવામાં આવે છે.

૦૯. સમાજ ઉપયોગી પ્રવૃતિ

કોઈપણ ધાર્મિક, સાંસ્કૃતિક અને સમાજ ઉપયોગી પ્રવૃતિ માટે આશ્રમ અને આશ્રમના સાધનોનો ઉપયોગ કરવા દેવામાં આવે છે. કુદરતી અને આકસ્મીક આફતો વખતે ગામના સહકારથી, બધી સહાય આશ્રમ તરફથી ગોઠવવામાં આવે છે.

પવિત્ર વારસો

📜

તામ્ર-પત્ર ભેટ

મોરબી સ્ટેટ દ્વારા પૂજ્ય બાપુને જોગ ડુંગરીની જગ્યા તાંબાના પતરે લેખ કરીને ભેટ આપવામાં આવી હતી - આ ઐતિહાસિક સ્વીકૃતિ છે.

🌊

ડૂબેલું પવિત્ર સ્થળ

મચ્છુ ડૅમ બન્યા ત્યારે મૂળ જોગ ડુંગરીની જગ્યા જળ-મગ્ન થઈ. ભક્તો આજે પણ નાવડીથી જઈ ત્યાં દિવ્ય ચેતનાનો સાક્ષાત્ અનુભવ કરે છે.

🏛️

સને ૧૯૮૧ થી અન્નક્ષેત્ર

સાધુ, સંત, અપંગ, નિરાધાર, ગરીબ - કોઈ પણ જ્ઞાતિ ભેદ વગર - સૌ ને ભોજન. ઘેર ટિફિન સેવા પણ ચાલુ છે.

🐄

ગૌ-શાળા અને દેશી ગૌ-વંશ

આશ્રમ ગૌ-શાળામાં ૨૯૦ ઉપરાંત ગૌ-માતાઓ. દૂધ, ઘી, છાશ - આશ્રમ અને મંદિરની અખંડ જ્યોતના ઉપયોગ માટે.

🕉️

બાવન વીર અને જોગણી માતા

બાપુ થાનગઢ આવ્યા ત્યારે બાવન વીર અને જોગણી માતા સાથે હતા. આજે પણ સમાધિ-મંદિરમાં તેઓ બિરાજ્યા છે, ભક્તો પૂજા કરે છે.

🫀

સામાજિક સેવા

રક્ત-દાન શિબિર, સર્વ-રોગ નિદાન કૅમ્પ, વિદ્યાર્થી નોટ-બૂક વિતરણ, ૧૪ વર્ષ કુંડળ ઉત્સવ-પદ-યાત્રી સેવા - સેવાનાં હર સ્વરૂપ.